વૅબસાઈટ ઉપર મળે છે સનમ

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                    

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

                                           

મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં

તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ

                                   

ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ

ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ

                                   

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

                                    

શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

                                    

ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

                                  

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ

                                    

લાગણી  પ્રૉગ્રામ્ડ  થઈ  ગઈ  છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

                                     

આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

2 responses

27 03 2007
કુણાલ

વેરી ગુડ ડીયર…….

પણ આ લખી કોણે છે તે તો કહે…….. :)

28 03 2007
ઊર્મિસાગર

કવિ અદમ ટંકારવીની… આ ‘ગુજલિશ ગઝલ’

http://pateldr.wordpress.com/2006/07/page/2/

Leave a comment