દલપતરામ – ઊંટ

30 05 2007

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

          – દલપતરામ (Dalpatram – Uut Poems in Gujarati. Literature and art site)


Actions

Information

4 responses

5 06 2007
પ્રતીક નાયક

સરસ, આ વાંચી ને કર્તિકભાઈ એ પડેલો ફોટો યાદ આવી ગયો..

ક્લિક કરો જોવા માટે

7 06 2007
કુણાલ

યાદ નથી કે કયા ધોરણના ગુજરાતી વિષયમાં આ કાવ્ય આવ્યું હતું પણ બાળપણની યાદો તાજી કરાવી ડીયર તે તો… :)

20 07 2008
યશવંત ઠક્કર

ગામની નિશાળ યાદ આવી ગઈ.

21 07 2008
V K Pandya

wah bhai wah!!!

Leave a comment